|
|
|
|
|
|
 |
|
તીર્થધામ સરધાર
માહાત્મ્ય |
 |
|
|
ભગવાન શ્રી સ્વામિનારાયણ
સરધારમાં અનેકવાર
પધારીને અહિં તળાવમાં
માછલાઓને સમાધિ,માંકડનું
કલ્યાણ તેમજ ગુરુવર્ય
રામાનંદ સ્વામિ
સ્વધામગયા તેનું
એક વર્ષ પૂર્ણ
થતાં વર્ષી વાળી
ચોરાશી કરી હતી,તથા
ચાતુર્માસ દરમ્યાન
જન્માષ્ટમી,રામનવમી,અન્નકુટ
જેવા ઉત્સવો ઉજવીને
આ ગામને તીર્થધામબનાવીને
અદકેરું માહાત્મ્ય
વધાર્યું છે.
સર્વાવતારી ભગવાન
શ્રી સ્વામિનારાયણે
મનુષ્ય તન ધારણ
કરીને ભરતખંડ પાવન
કર્યા.અનેક સ્થાળોએ
તીર્થધામબનાવ્યા.જે
સ્થળો સાથે શ્રીજી
મહારાજનો પ્રત્યક્ષ
સંબંધ હોય તે સ્થળનું
સ્વરૂપ
કદાચ કલમવડે વર્ણન
કરી શકાય અને તે
સ્થળ સાથે સંકળાયેલ
લીલા-ચરિત્રો
પણ યથાશકય સંભારી
શકાય. |
|
|
|
|
Watch Live Swaminarayan Mahamantra Mahotsav From Gadhpur
|
|
|
|
 |
|
 |
  |
 |
|
|
 |
|
નૂતન શિખરબદ્ધ
સરધાર મંદિર |
|
પૂ.સ.ગુ. સ્વામી
શ્રી નીત્યસ્વરુપદાસજી
- વડતાલ (હાલઃ- સરધાર) |
ભગવાન શ્રીહરિએ
સં.૧૮૮૪ના વૈશાખ
વદ બીજને દિવસે
જુનાગઢમાં શ્રી
રાધારમણ દેવ, શ્રી
રણછોડ ત્રિકમરાય
અને સિદ્રેશ્વર
મહાદેવ વગેરેની
પ્રતિષ્ડાવિધિ
કરી. વેશાખ વદ ૧૧
સુધી જુનાગઢમાં
રહી ત્યાં મંદિરની
સેવા વ્યવસ્થિત
રીતે થાય તે જોયું.
પછી ત્યાંથી નીકળી
વચ્ચે ભક્તોના
ગામોમાં મુકામ
કરતા કરતા સરધાર
પધાર્યા.
જ્યારે શ્રીજીમહારાજ
સરધારમાં બિરાજમાન
હતા ત્યારે તુંગજીત
ભગવાન શ્રીહરિને
પ્રાર્થના
કરી કે, "પ્રભુ!
તમો અહિંયા મોટું
શિખરબધ્ધ મંદિર
કરાવો. "ત્યારે
ભગવાન શ્રીહરિ
કહેઃ- તમારા ભાયાતો
જો બાળકીને
દૂધપીતી બંધ કરે
તો મંદિર કરીએ. |
 |
|
 |
 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|